ચૂંટણી


લાગી રહ્યો છે નેતા ને દેશભક્તિ નો રંગ,
એવું લાગે છે - જાણે ચૂંટણી આવે છે;

નેતા ચાલે છે વચનો ની પાતળી દોરી ઉપર,
એવું લાગે છે - જાણે ચૂંટણી આવે છે;

નેતા રમી રહયા છે, કંઈક અલગ જ રમતો
એવું લાગે છે - જાણે ચૂંટણી આવે છે;

લોકોના મોજ-શોખ માટે વપરાય રહ્યા છે કરોડો,
એવું લાગે છે - જાણે ચૂંટણી આવે છે;

બની રહ્યું છે જાતિવાદ મુખ્ય હથિયાર,
એવું લાગે છે - જાણે ચૂંટણી આવે છે;

સૂકા સાથે લીલું પણ બળે છે,
એવું લાગે છે - જાણે ચૂંટણી આવે છે;

વહી ના જતા પાંચ પૈસા ના વચન કે કોઈ જૂથ સાથે, કાબૂમાં રાખજો તમારું મન;
યાદ રાખજો ચૂંટણી આવે છે;

No comments:

Post a Comment