વાત વાત માં



દિલ ની ઈચ્છા છે, કહી દવ દિલ ની વાત, વાત વાત માં
શું ખબર બની જાય આપણી વાત, એ વાત વાત માં.

એમ તો ગમતું નથી કોઈ મને - હજારો વાતો માં, પણ
ગમી ગયા છો તમે, એ પહેલી જ વાત વાત માં.

તમારી સાથે વાત કરવી એ સ્વપ્ન હતું એક સમયે, પણ
હવે તે સ્વપ્ન ને તમે હકીકત બનાવી રહ્યા છો વાત વાત માં.

પસંદ છે અમને તમારા સાથે વાતો કરવી, પણ
તમારો મનોભાવ બદલાય જાય છે વાત વાત માં.

તમને મળ્યો છે સાગર તરવા, પણ 
ખાબોચિયાં માં જીવ જાય છે તમારો, વાત વાત માં.

તમારા ગાલ ના ખાડા બહુ જ ગમે છે મને, પણ 
તેના પર મારું દિલ લપસી જાય છે, વાત વાત માં.

નથી રાખ્યું અમારું માન તમે એકપણ વાતમાં, પણ 
અમે તમને માથા પર ચઢાવી રાખ્યા છે, વાત વાત માં.

યાદ નથી કરવા તમને એકપણ વાતમાં, પણ 
તમે યાદ આવી જાવ છો, વાત વાત માં.

એમ તો રસ્તો શોધવાં માં પારંગત છું હું, પણ 
તમારા દિલ સુધીનો રસ્તો મળ્યો નથી એકપણ વાતમાં,
ચાલ ને શોધી લઈએ એ રસ્તો, વાત વાત માં.

થોડી વાતો, થોડી મસ્તી અને થોડો ઝઘડો છે, આપણી વાતોમાં.
તમે હંમેશા રહેશો મારી દરેક વાતો માં!

5 comments: